પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, April 26, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (માર્ચ – 2011)

(માર્ચ – 2011)


સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે માર્ચ – 2013 અને 2012ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે 2011ના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

(Thursday, 10 March 2011 at 06:00pm)
ગમે એવો ખાસ મિત્ર હોય તો પણ ફેસબુક પર મિત્ર બનાવવા માટે Request મોકલવી જ પડે.
* * * * * * *

રામકથાકાર મોરારિભાઈ
(Monday, 21 March 2011 at 01:56am)
અમદાવાદની કર્ણાવતી ક્લબમાં ગઈકાલે ડૉ. મુકુન્દ મહેતાની લાફિંગ ક્લબ દ્વારા યોજાયેલો રંગોત્સવ રામકથાકાર મોરારિભાઈના મોડા પડવાને લઈ પોણો કલાક વિલંબથી શરૂ થયો. બે મહેમાન વક્તા અમદાવાદના મેયર અસિત વોરા અને પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણ લહેરી આવ્યા જ નહીં. કાર્યક્રમ આયોજકોએ હવે આમંત્રણ કાર્ડમાં લખવાનું શરૂ કરવું પડશે કે પ્રથમ વક્તાના આગમન સાથે જ કાર્યક્રમ શરૂ થઈ જશે. મોડા પડનાર વક્તાએ શ્રોતાઓ સાથે સ્થાન લઈ લેવું.

અગાઉ આ મહિને અહીં મુકેલી માર્ચ – 2013 તેમજ માર્ચ 2012 (બે ભાગમાં)ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક અનુક્રમે આ રહી – http://binitmodi.blogspot.in/2013/04/2013.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Monday, April 22, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (માર્ચ – 2012, ભાગ – 2)

(માર્ચ – 2012, ભાગ – 2)


સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથીશરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે માર્ચ – 2013ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે ગત વર્ષના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

(Friday, 16 March 2012 at 03:30pm)
નાણા પ્રધાન મહિનાઓની મહેનતને અંતે જે બજેટ રજૂ કરે છે તેનું વિશ્લેષણ પોથીપંડિતો મિનિટોમાં કરી નાંખે છે. પોથીપંડિતોના વિશ્લેષણનું ગુજરાતી છે ગપાષ્ટક.
* * * * * * *

સચીન તેંડુલકર
(Saturday, 17 March 2012 at 01:35am)
યુદ્ધના મેદાન પર ભારતે 1971માં પાકિસ્તાનને હરાવ્યું અને બાંગ્લાદેશ નામે નવા રાષ્ટ્રનું સર્જન થયું. ચાલીસ વર્ષ પછી 2012માં બાંગ્લાદેશે ક્રિકેટના મેદાન પર ભારતને હરાવ્યું અને સચીન તેંડુલકરની સોમી સદીનું સર્જન થયું.
* * * * * * *

(Saturday, 17 March 2012 at 01:50am)
મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની વોડાફોનને આપેલી 12,000 કરોડ રૂપિયાની ટેક્ષ રાહતો વસુલવાનો પ્રારંભ 2012ના કેન્દ્રિય બજેટથી થઈ ગયો છે.
* * * * * * *

(Saturday, 17 March 2012 at 02:10pm)
બજેટનું વિશ્લેષણ : નાણા પ્રધાન પ્રણવ મુખરજીએ રજૂ કરેલા 2012ના કેન્દ્રિય અંદાજપત્રમાં લોકપાલ બિલ સંબંધે કોઈ જ ઉલ્લેખ કે આર્થિક જોગવાઈઓ મુકી નથી. કારણ કે બિલ પાસ થવાનું જ નથી. (અન્ના હજારે અને કેજરીવાલ કિરણ કમિટિને સાદર અર્પણ)
* * * * * * *

(Saturday, 17 March 2012 at 05:05pm)
સચિન તેંડુલકરે બાંગ્લાદેશ વિરૂદ્ધ ક્રિકેટ રમતા 16મી માર્ચે કરેલી સોમી સદી ખરેખર રેકોર્ડમાં ગણાય ખરી? ના જ ગણાય ને. જુઓ સમજાવું કે કેવી રીતે ના ગણાય. સાત વાર કેન્દ્રિય બજેટ રજુ કરનાર નાણા પ્રધાન પ્રણવ મુખરજી આવતે વર્ષે કોલકાતા નગર નિગમનું અંદાજપત્ર રજૂ કરે તો એ એમનું આઠમું બજેટ ગણાય ખરું? ના જ ગણાય ને. અઢાર વાર ગુજરાતનું અંદાજપત્ર રજૂ કરનાર નાણા મંત્રી વજુભાઈ વાળા આવતે વર્ષે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ રજૂ કરે તો એ એમનું ઓગણીસમું બજેટ ગણાય ખરું? ના જ ગણાય ને.
* * * * * * *

(Sunday, 18 March 2012 at 03:25pm)
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. મહિના પછી અસહ્ય ગરમી પડશે. તેનાથી બચવાનો રામબાણ ઉપાય મેં ખોળી કાઢ્યો છે. અજમાવી જુઓ. બેન્કમાં બચત ખાતું ન હોય તો ખોલાવી દો અને હોય તો રૂપિયા ઉપાડવા ATM કાર્ડ માટે અરજી કરી દો. મહિનામાં કાર્ડ બનીને આવી જશે. ATM સેન્ટર એરકન્ડીશન્ડ હોવા ઉપરાંત બાથરૂમ કરતા સહેજ જ મોટા હોય છે એટલે એકદમ ચીલ્ડ લાગે છે. ઉનાળાની ગરમીમાં હરતાં ફરતાં ખરેખર કામ લાગશે – ATM કાર્ડ જ સ્તો !
* * * * * * *

(Monday, 19 March 2012 at 12:35pm)
રેલવે અકસ્માતની નૈતિક જવાબદારી સ્વીકારીને લાલ બહાદુર શાસ્ત્રીએ 1956માં રેલવેપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. એ ઘટનાના બરાબર છપ્પન (56) વર્ષ પછી 2012માં રેલવેભાડા વધારવાના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસના સર્વેસર્વા મમતા બેનરજીએ આંખ લાલ કરતા રેલવેપ્રધાન દિનેશ ત્રિવેદીએ ફરજિયાત રાજીનામું આપવું પડ્યું. વચ્ચેના સમયગાળામાં કોઈ રેલવેપ્રધાને પદત્યાગ કરતું રાજીનામું આપ્યું નથી. લાલ બહાદુર શાસ્ત્રીના અનુગામી રેલવેપ્રધાન બનેલા જગજીવન રામના પુત્રી મીરાં કુમાર હાલમાં લોકસભાના અધ્યક્ષ છે જેઓ રેલવે બજેટની કોઈ ચર્ચા થાય એ પહેલાં આવી પડેલા પ્રધાનના રાજીનામાના તમાશાના સાક્ષી બન્યા.
* * * * * * *

બપ્પી લાહિરી
(Monday, 19 March 2012 at 08:00pm)
કેન્દ્રિય નાણા પ્રધાન પ્રણવ મુખરજીએ 2012ના બજેટમાં જર-ઝવેરાતના વેપાર પર કસ્ટમ ડ્યુટિમાં વધારો કર્યો અને એક્સાઇઝની નવી જોગવાઈ લઈ આવ્યા એટલે દેશભરના ઝવેરીઓઘરેણાંના વેપારીઓએ ત્રણ દિવસની હડતાલ પાડી. એમ કંઈ હડતાલ પાડવાથી આ વધારો કે જોગવાઈ પાછી ખેંચાવાની નથી. પણ ભવિષ્યમાં આ ઝવેરીઓ ફરીથી હડતાલ પાડે અને ઘરેણાં ખરીદવાની જરૂર ઉભી થાય તો હરતી ફરતી જ્વેલરી શોપનું સરનામું નોંધી લેવા વિનંતી C/o બપ્પી લાહિરી.
* * * * * * *

કિરણ બેદી
(Monday, 19 March 2012 at 08:30pm)
'સમાધાનો કર્યા હોત તો દેશની રાજધાની દિલ્હી શહેરની હું પહેલી મહિલા પોલીસ કમિશનર બનતી.કિરણ બેદીનું આ અધુરું વાક્ય પૂરું કરો.....'પછી હું એન.જી.ઓ. શરૂ કરીને એર ટિકિટના ખોટા બિલો મુકી રૂપિયા ઉલેચવાના કામ તરફ વળી ગઈ.'
* * * * * * *


(Monday, 19 March 2012 at 09:00pm)
'कहानी देखी?'.....'हां, मैने पढ़ ली'.....'अमा यार में विद्या बालन की फिल्म के बारे में पूछ रहा हूं'.....
बिनीत मोदी (अहमदाबाद)
* * * * * * *

(Tuesday, 20 March 2012 at 06:31pm)
अकेलापन दूर करने के लिए आपको याद करते हुए हमने जब आप के बारेमें सोचा तो खयाल आया की लोचा कहाँ है देखिये सिर्फ मफलर्स पर मंगल से शनि रात ०९:०० बजे आजसे शुरू કંઈ ખાસ નથી. આજથી શરૂ થતી નવી ટી.વી. સિરિઅલની જાહેરાત માત્ર છે. રાબેતા મુજબ નામ થોડું લાંબુ થઈ ગયું છે આજકાલની સિરિઅલોની જેમ જ.
* * * * * * *

(Tuesday, 20 March 2012 at 06:50pm)
માત્ર વ્યક્તિનું લૂક-અ-લાઇક હોય તેવું નથી. શબ્દ જુદા - અર્થ જુદા અને ભાષા જુદી હોય તો પણ ઉચ્ચારનું 'લૂક-અ-લાઇક' હોય તો કેવું હોય? જેમ કે અંગ્રેજી અને ગુજરાતી ભાષાના બે શબ્દો.....સરનેમ અને સરનામું.....યાની.....અટક અને Address.....આવા બીજાય શબ્દો હશે. ચાલો શોધીએ.
* * * * * * *

(Wednesday, 21 March 2012 at 07:35pm)
મારું ગુજરાત.....નંબર વન ગુજરાત.....અમેરિકાના બે ઉત્પાદનો આજકાલ ગુજરાતમાં ચર્ચામાં છે.....'ટાઈમ' મેગેઝિન અને 'ટેબલેટ પી.સી.'
* * * * * * *

(Wednesday, 21 March 2012 at 08:25pm)
કમ ખાના ઔર ગમ ખાના.....નહીં તો....કસરત કરને જીમખાનામેં  ઔર ગમ ખાને મયખાનામેં જાના.....બિનીત મોદી (અમદાવાદ)
कम खाना और गम खाना.....नहीं तो.....कसरत करने जिमखानामें और गम खाने मयखानामें जाना.....बिनीत मोदी (अहमदाबाद)
* * * * * * *

(Wednesday, 21 March 2012 at 09:15pm)
હરવા ફરવા હરિયાણા જઈ પાછો આવેલો અંબાલાલ ગામમાં આવીને સૌને એક જ વાત કહેતો ફરે છે.....ત્યાંની સરકારે આપણા નામનું આખું એક ગામ વસાવ્યું છે.....અંબાલા.....
* * * * * * *

(Thursday, 22 March 2012 at 08:40pm)
ગુજરાતના રાજકીય જગતના આજે બે જ સમાચાર છે. એક માર્ચ-1997માં 'પેટાચૂંટણી'ને કારણે રાધનપુર ચર્ચામાં હતું જેમાં તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જીત્યા હતા. પંદર વર્ષ પછી....બીજા માર્ચ-2012માં 'પર્સનલ કમ્પ્યૂટર'ને કારણે રાધનપુરના ધારાસભ્ય શંકર ચૌધરી ચર્ચામાં છે.
* * * * * * *

(Thursday, 22 March 2012 at 08:45pm)
'શંકરલાલ, શું કરતા હતા વિધાનસભામાં?'.....'સાહેબ, ટેબલેટ પી.સી. પર સ્વામી વિવેકાનંદના ફોટા જોતો હતો. ખોટું બોલતો હોઉં તો અમદાવાદના વિવેકાનંદ પૂલના સમ બસ.'.....'કેમ ટેબલેટમાં વિવેકાનંદ મોટા દેખાય છેઆ વિધાનસભાના આંગણે મુકેલી વિવેકાનંદની આઠ ફૂટની પ્રતિમા નાની પડે છે તમને?'
* * * * * * *

(Friday, 23 March 2012 at 02:45pm)
ઉત્તર પ્રદેશ સરકારનું સર્વર અચાનક ઝડપી રિસ્પોન્સ આપવા લાગ્યું અને નવી સરકારની કામગીરીની વિગતો તસવીરો પણ વેબસાઇટ પર એકદમ ફાસ્ટ અપલોડ થવા લાગી. આ કોઈ ટેક્નિકલ ફોલ્ટ તો હતો નહીં કે આમ થવાથી કોઈ નુકસાન પણ નહોતું થવાનું તેમ છતાં તપાસ કરાવી તો ખબર પડી કે જુની વેબસાઇટ પરથી હાથીના ફોટા દૂર કરીને સાઇકલના ફોટા મુક્યા એટલે આમ ઝડપી કામ થવા લાગ્યું. સાઇકલ હાથી કરતા વજનમાં હલકી અને ચાલે ફાસ્ટ કોઈ શક!
* * * * * * *

(Saturday, 24 March 2012 at 08:55pm)
વારંવાર ટુથપેસ્ટની બ્રાન્ડ બદલવાથી પણ દાંત ઉજળા ના થતા હોય તો એમ કરવા માટેનો રામબાણ ઉપાય મેં ખોળી કાઢ્યો છે. અજમાવી જુઓ. શું છે ઉપાય? કંઈ નહીં, હવે પછી 'ફેર એન્ડ લવલી' ફેરનેસ ક્રીમ વાપરવાનું.
* * * * * * *

(Monday, 26 March 2012 at 08:20pm)
લંબે કિસિંગ સીન બડે અચ્છે લગતે હૈ.....રામ કપૂર સાક્ષી તંવરના કિસિંગ સીનની ચર્ચા પછી સિરિઅલનું બદલાયેલું નામ.....જુઓ આજે રાત્રે 'કોની' ચેનલ પર.....
* * * * * * *

(Monday, 26 March 2012 at 08:30pm)
બી.એસ.એન.એલ. મોબાઇલ ધારકોનું કોઈ પણ મહિનાનું ટૉક્ ટાઇમ મીટર.....
Received Calls – 07:40:15 - સાત કલાક ચાલીસ મિનિટ પંદર સેકન્ડ.....
Dialled Numbers – 02:10:35 - બે કલાક દસ મિનિટ પાંત્રીસ સેકન્ડ.....
બીલ ભરવાની લાઇનમાં 00:45:00 - પોણો કલાક.....
(લાઇનમાં એક વાર ઊભા રહેતા નંબર લાગે તો આપ નસીબદાર છો.) રિલાયન્સ મોબાઇલ ધારકોનું કોઈ પણ મહિનાનું ટૉક્ ટાઇમ મીટર.....Received Calls – 06:55:25 - છ કલાક પંચાવન મિનિટ પચીસ સેકન્ડ.....Dialled Numbers – 01:30:20 - એક કલાક ત્રીસ મિનિટ વીસ સેકન્ડ.....બીલ સમજવાની ઓનલાઇન માથાકૂટમાં 00:30:00 - અડધો કલાક.....(બીલ ચુકવો નહિ ત્યાં સુધી રોજે રોજ)
* * * * * * *

(Tuesday, 27 March 2012 at 04:20pm)
'આ બહેનનો અછોડો તોડીને ભાગ્યા એવી તેમની ફરિયાદ છે.'.....'અછોડો નહીં મંગળસૂત્ર.'.....'એ જે હોય તે, પણ લૂંટફાટ તો કરીને.'.....'સાહેબ, ફરિયાદી બહેન કહે એટલા રોકડા રૂપિયા હાલ ગણી દઉં. છોકરીના લગ્ન લીધાં છે અને અઠવાડિયાથી સોની  ઝવેરીઓની હડતાલ ચાલે છે.....ના છૂટકે આ ચેન સ્નેચીંગના 'ધંધા'માં આવ્યો છું.'
* * * * * * *

(Tuesday, 27 March 2012 at 05:00pm)
કારકિર્દીલક્ષી માર્ગદર્શન By ડમડમબાબા.....
સ્કૂલ, કોલેજની પરીક્ષાઓ પૂરી થઈ અને વેકેશન શરૂ થયું. ભણવાનું પૂરું કર્યા પછી પણ વેકેશન માણવું હોય તો શિક્ષક, પ્રોફેસર કે કોર્ટના ન્યાયાધીશ થજો. ચાલુ પગારે વેકેશન મળશે. છઠ્ઠું પગારપંચ ઝિન્દાબાદ.....ઝિન્દાબાદ.....
* * * * * * *

અબ્બાસ - મસ્તાન
(Tuesday, 27 March 2012 at 05:25pm)
હિન્દી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિનું અવસાન થાય તો સ્મશાન કે કબ્રસ્તાનમાં સૌથી પહેલું કોણ પહોંચી જાય છેદિગ્દર્શક ભાઈઓ અબ્બાસ મસ્તાન (બર્માવાલા). આ બન્નેની જોડી કાયમ સફેદ કપડાંમાં જ હોય છે. 'સ્મશાન સ્પેશિઅલ' વસ્ત્રો પહેરવાની ઝંઝટ એમને કરવી પડતી નથી. જોઈએ, અહીંયા કોણ પહેલું 'Like' કરે છે.
(Tuesday, 27 March 2012 at 05:35pm)
આ પ્રોફાઇલ સ્ટેટસને સૌથી પહેલું 'Like ' સંજય છેલ તરફથી મળ્યું છે જેઓ ખુદ હિન્દી ફિલ્મ ઉદ્યોગ સાથે લેખક દિગ્દર્શક તરીકે સંકળાયેલા છે.
* * * * * * *

(Wednesday, 28 March 2012 at 05:30pm)
ગુજરાતી લેખક મંડળ : હસમુખ બારાડીથી હસમુખ મહેતા
ગુજરાતી લેખક મંડળની સ્થાપનાનો આજે બુધવાર, 28 માર્ચ 2012ના દિને વીસમા વર્ષમાં પ્રવેશ થાય છે. ઓગણીસ વર્ષ અગાઉ રવિવાર, 28 માર્ચ 1993ના દિવસે લેખન સાથે સંકળાયેલા થોડાક ગુજરાતીભાષી મિત્રો એકઠા થયા અને 'મંડળની સ્થાપના થઈ. પહેલા દિવસે નવ આજીવન સભ્યો થયા. પ્રથમ સભ્યપદ મેળવનાર હતા ગુજરાતના નાટ્યજગત સાથે સંકળાયેલા, અમદાવાદમાં રહેતા – હસમુખ બારાડી. ઓ.કે. આજે વીસમા વર્ષે પરિસ્થિતિ શું છે? સભ્ય સંખ્યાનો ક્રમાંક 747નો આંક દર્શાવે છે. સભ્યપદ મેળવનાર છે વેપાર કરવા સાથે કવિતા લખતા, ચિત્રોનું સર્જન કરતા અને આંધ્ર પ્રદેશના સિકન્દરાબાદ શહેરમાં રહેતા હસમુખ મહેતા.
વાર્ષિક સભ્યપદ રીન્યુ ન કરાવ્યું હોય કે અવસાન પામ્યા હોય તેવા સભ્યોને બાદ કરતા ગુજરાતી લેખક મંડળના વાર્ષિક તેમજ આજીવન સક્રિય સભ્યોની સંખ્યા આજની તારીખે 631 છે. એક સ્થાપક સભ્ય પરેશ નાયક મે 1999માં રાજીનામું આપીને 'મંડળથી છુટા થયા છે. એ સિવાય સભ્ય સંખ્યા આ પ્રમાણે છે.....
અમદાવાદ ગાંધીનગરના સભ્યો - 294.
ઉત્તર ગુજરાતના સભ્યો 22 (મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લો)
મધ્ય ગુજરાતના સભ્યો 68 ( ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લો)
દક્ષિણ ગુજરાતના સભ્યો 77 (ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લો)
સૌરાષ્ટ્ર કચ્છના સભ્યો 131 (સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લો)
મુંબઈ શહેરના સભ્યો 35.
અન્ય રાજ્યોમાં વસતા સભ્યો 4.

FACEBOOK Link for Gujarati Lekhak Mandal –http://www.facebook.com/profile.php?id=100003005723184

Google+ Link for Gujarati Lekhak Mandal –
https://plus.google.com/109033690793428279825/posts?hl=en

બિનીત મોદી (અમદાવાદ)
* * * * * * *

(Wednesday, 28 March 2012 at 08:50pm)
'ચાલો આ ઉનાળે ફરવા આવવું છે?'.....'ક્યાં?'.....'ગોવા. સ્પિરિટ અને મોટર સ્પિરિટ બન્ને સસ્તા હોય તેવું દેશનું પહેલું રાજ્ય બની ગયું છે. નંબર વન.' (મોટર સ્પિરિટ પેટ્રોલનું ટેક્નિકલ નામ)
* * * * * * *

(Thursday, 29 March 2012 at 03:00pm)
'પેટ્રોલ વોશ કરેલા જીન્સ સૌથી સસ્તા ક્યાં મળે છે?'.....'ગોવામાં.'.....'કેમ?ત્યાં ડેનીમ સસ્તું છે?'.....'ના?પેટ્રોલ.'
* * * * * * *

(Thursday, 29 March 2012 at 03:20pm)
'બસ, છેલ્લા બોંતેર કલાક કીધા છે.'.....'કયા ડોકટરે?'.....'ડોકટરે નહીં, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે. 31 માર્ચ પહેલા હિસાબો ક્લિઅર કરવા માટે.'
* * * * * * *

(*) તુષાર ભટ્ટ
(Friday, 30 March 2012 at 04:25pm)
તુષાર ભટ્ટ : પત્રકાર પિતાના પત્રકાર પુત્રનું અવસાન
લેખક પત્રકાર તુષાર ભટ્ટ (જન્મ7 જાન્યુઆરી 1942)નું આજે 30મી માર્ચ 2012ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું છે. તેઓ છેલ્લા એક સવા વર્ષથી ગંભીર માંદગીથી પીડાતા હતા. પત્રકાર પિતા શંકરલાલ ભટ્ટના પુત્ર તુષારભાઈ સક્રિય પત્રકારત્વના અંતિમ વર્ષોમાં અમદાવાદથી પ્રકાશિત થતા અંગ્રેજી દૈનિક 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' (ગુજરાતી આવૃત્તિ સહિત) અને આર્થિક જગતના અખબાર 'ઇકોનોમિક ટાઇમ્સ'ના તંત્રી હતા. આ દૈનિકોના તેઓ છેલ્લા તંત્રી હતા એમ પણ કહી શકાય કેમ કે તેમના અનુગામી તંત્રીઓ હવે 'બિઝનેસ હેડ' કે 'માર્કેટિંગ હેડ' જેવા વધુ રૂપાળા હોદ્દાઓથી ઓળખાય છે.
ટાઇમ્સ ગ્રૂપમાંથી વયનિવૃત્ત થયા બાદ તેઓએ સાપ્તાહિક ગુજરાતી અખબાર 'ગુજરાત ટાઇમ્સ'નું તંત્રીપદ સંભાળ્યું હતું જે અખબાર આજે પણ અમેરિકા કેનેડાથી પ્રકાશિત થાય છે. સક્રિય પત્રકારત્વમાંથી નિવૃત્તિ બાદ તુષારભાઈએ બે પુસ્તકો લખ્યા. અંગ્રેજીમાં 'Sketches in the Sand' (પ્રકાશન વર્ષ : 1997) અને ગુજરાતીમાં 'રેતીમાં રેખાચિત્રો' (પ્રકાશન વર્ષ 2003). તેમની પેઢીના લેખકો પત્રકારો માટે 'આઠમી અજાયબી' કહેવાય તેવી બ્લોગ લેખન પ્રવૃત્તિમાં પણ તુષાર ભટ્ટ સક્રિય હતા. એક નહીં બે બ્લોગ. વાંચવા ઈચ્છતા સૌ કોઈ માટે આ રહી લિન્ક http://tusharbhattsgujarat.blogspot.in/

તુષાર ભાઈનો આ ફોટો મેં
 શનિવાર, 14 એપ્રિલ 2007ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશન ખાતે પાડ્યો હતો. અહીં તેઓ પશ્ચિમ ક્ષેત્રના ભારતીય પ્રકાશકોના આઠમા રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રકાશકોની વાત ચર્ચા સાંભળવા આવ્યા હતા. ફેડરેશન ઓફ ઇન્ડિયન પબ્લિશર્સ અને ગુજરાત પ્રકાશક મંડળ આયોજિત આ બે દિવસીય ચર્ચાના એક વક્તા હતા જિતેન્દ્રભાઈ દેસાઈ. તુષારભાઈના અભિન્ન મિત્ર અને સગપણમાં વેવાઈ.

નોંધ
: તેમની સ્મશાનયાત્રા આવતીકાલે શનિવારે, 31મી માર્ચે સવારે 08:30 કલાકે તેમના નિવાસસ્થાનેથી પ્રારંભાશે. સ્થળ: J – 3/14 - પત્રકાર કોલોની નંબર 1, વિજયનગર રોડ, નારણપુરા, અમદાવાદ 380 013.
પરિવાર સંપર્ક : અભિજિત ભટ્ટ (પુત્ર) Mobile: 99798 69617 / શિલ્પા અને વિવેક જિતેન્દ્ર દેસાઈ (પુત્રી જમાઈ) Mobile: 98254 45512 - 98250 35912
* * * * * * *

(Saturday, 31 March 2012 at 06:00pm)
માર્ચ મહિનાના મુખ્ય સમાચાર બે જ છે. એક (ટ્રેનના) ડબ્બામાં બેસવાનું ભાડું વધ્યું. (જે દિનેશ ત્રિવેદીના 'બલિદાન' પછી પાછું ખેંચાયું.).....અને.....બીજા (તેલના) ડબ્બાના ભાવ વધ્યા. (જે ઘટશે તો નહીં પણ બાર મહિના વર્ષ પછી આજના ભાવ સોંઘા લાગશે. ગૅરન્ટી.)
* * * * * * *

(Saturday, 31 March 2012 at 06:10pm)
મકાન વેચવાનું છે. લાંબુ (280 ફીટ), પહોળું (22 ફીટ), ઊંચું (10 ફીટ), હવા ઉજાસ વાળું (એકથી વધુ બારણા અને ઘણી બધી બારીઓ ધરાવતું), સેન્ટ્રલી એર-કન્ડીશન્ડ, સહેલાઈથી હેર-ફેર કરી શકાય તેવું, રસોડાના આધુનિક સાધનો જેવા કે કોફી મેકર માઈક્રોવેવ ઓવન સાથે ઉપલબ્ધ છે. વાજબી કિંમત. તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી.
ડમડમબાબા C/o – ડમડમ એરપોર્ટ, કોલકાતા.
સ્પષ્ટતા :'કિંગફીશર'નું વિમાન વેચવાની જાહેરખબર છે. રોકડ ખરીદીમાં અકલ્પનીય વળતર, સરળ હપ્તાની સુવિધા.
* * * * * * *

(Saturday, 31 March 2012 at 06:20pm)
'કહું છું, થોડા આઇસ ક્યુબ લાવજેને જરા.'.....'હાય હાય, તમે ક્યારથી ડ્રિન્ક લેતા થઈ ગયા!?.'.....'અરે ડ્રિન્ક માટે કોણ માંગે છે. આ તો ઉનાળાની ગરમીમાં મારે પાણીમાં આઇસ ક્યુબ નાખીને નહાવું છે.'
* * * * * * *

(Saturday, 31 March 2012 at 09:25pm)
આવતીકાલથી શરૂ થતું નવું નાણાંકીય વર્ષ 2012 – '2013.....
પ્રારંભ 1 એપ્રિલ 2012 (રવિવાર).....પૂર્ણાહુતિ 31 માર્ચ 2013 (રવિવાર).....પહેલા અને છેલ્લા દિવસે કમાવાનું નહીં.....બાકી વચ્ચેના સમયમાં છૂટ છે. HAPPY NEW FINANCIAL YEAR TO YOU.....
* * * * * * *

મીનાકુમારી
(Saturday, 31 March 2012 at 10:00pm)
ચાળીસ વર્ષનું આયુષ્ય પૂરું થવાના બરાબર ચાર મહિના પહેલા મૃત્યુ પામનાર જાજરમાન અભિનેત્રી મીનાકુમારીના અવસાનને આજે ચાળીસ વર્ષ થયા.
(મહજબીન બાનો ઉર્ફે મીનાકુમારી જન્મ:ઑગસ્ટ 1932, મૃત્યુ: 31 માર્ચ 1972)

આ અગાઉ અહીં મુકેલી માર્ચ – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2013/04/2013.html

(નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)